Surdhan Dada na Chokha

સુજનદાદાના ચોખા - આસો વદ-૧૪ (કાળી ચૌદશ), દિવાળી પહેલા

ચોખા ઝારવા માટે તૈયારી કરવી

* સવા કિલો ચોખા / શ્રીફળ | સવા રૂપિયો / સોપારી / પાણીનો લોટો / કંકુ / દાદાનો એક લાંબી વાટનો દિવો.

* ચોખાને કુકરમાં બાફીને ભાત કરવા.

* પાટલો ચોખ્ખો કરી - બધે નમણ છાંટવું.

* દિવો પ્રગટાવવો / અગરબત્તી કરવી - સૂરધનદાદાની - બધી સ્ત્રીએ લાજ કાઢવી. લાલ લીલી સાડી પહેરવી | આખુ મોઢુ ઢંકાય રીતે લાજ કાઢવી.

* ભાત/ગોળ/ઘી - એક ડીસમાં ભેગું કરી/સોપારી - સવા રૂપિયાને ચાંદલો કરવો.

* ભાત/ગોળ/ઘી ને મીક્સ કરી પાટલાં પર પાંચ ઢગલી કરવી / ઝારેલા ભાત કુવાંરીકાને ખવડાવવા.

* શ્રીફળ વધેરી - પાંચ ઢગલી કરવી.

* શ્રીફળ વધેરીને એના પાણીની ત્રણ અખંડ વાર ધારાવાડી કરવી.

* બધાએ ચાંદલા કરવા.

* પછી બધાએ દાદાને પગે લાગવું.

* બધાએ ભૂલ-ચૂક થઇ ગઇ હોય તો તે બદ્લ માફી માંગવી.

સૂચના

* કાળી ચૌદસના દિવસે કાંઇ કારણસર ભાત થાય તો તે બીજી વખત થાય.

* ભાતને બીજી વખત ચૂલા પર મૂકવા નહીં | અથવા માઇક્રોવેવ માં પણ ગરમ થાય.

* ભાત/ગોળ/ઘી/દાળ/મગ/દૂધ/દહી/છાશ સાથે ખવાય,

* ભાતનો દાણો એઠવાડમાં જવા દેવાય.

* ભાત વધે તો સાંજ થતા પહેલા ગાયને ખવડાવાય, .

 

 

Surdhan Dada nu Sthan

સુરધન દાદા નું સ્થાન

આંકોલાળીમાં આપણા સુરધન દાદા(નાનચંદ દાદા) બિરાજમાન છે. તેમજ રતનપર માં આપણા સુરધન દાદા(લક્ષ્મીચંદ દાદા) બિરાજમાન છે.

દેશમાં પાલીતાણા સુધી જાવતો બને ત્યાં સુધી દાદાનાં દર્શન કરવા જવું.

આંકોલાળી અને રતનપર સુરધન દાદાનાં દર્શન કરવા જવા માટેની જરૂરી સૂચના :-

સંઘવી કુટુમ્બ ની વહુઓ દાદા ના દર્શન કરતી વખતે લાજ અચુક કાઢવી (મોઢું સાડી વડે ઢાંકવું), ખૂલ્લા-ઉઘાડા મોઢે દાદાના દર્શન કરવા તેની ખાસ નોંધ લેવી.

સંઘવી કુટુમ્બ ની દીકરી માટે રીવાજ નથી.

વિધી :

આડી વાટનો ઘી નો દીવો કરવો.

અગરબત્તી કરવી.

શ્રીફળ વધેરી તેની ત્રણ શેષ પાટલા પર મુકવી. બાકી ની શેષ તથા નારીયેળ, પાણી વાપરી લેવું.

બહાર નીકળતી વખતે ભૂલ-ચુક થઇ હોય તે બદ્લ દાદાની માફી માંગવી(ક્ષમા-યાચના કરવી),

આંકોલાળી દાદા નાં દર્શન કરવા જનાર ભાગ્યશાળીઓ દીપકભાઇ સંઘવી ને જાણ કરવી. તે ચાવી ની તથા અન્ય વ્યવસ્થા કરી આપશે. ઉપરાંત એક ચાવી હીંમતભાઈ ગીલાભાઈ લાઠીયા(પટેલ) ને ત્યાં આંકોલાળી માં રાખેલ છે.

આંકોલાળી નો સંપર્ક :- દીપકકુમાર ચંપકલાલ સંઘવી

મુ.પો. - આંકોલાળી, તાલુકો- પાલીતાણા, જીલ્લો- ભાવનગર, પીન નં.-૩૬૪૨૭૦ દીપકભાઇ સંઘવી : (M) 098799-38275, (Resi) 094094-41329

હીંમતભાઇ પટેલ : (M) 090993-84300

રતનપર નો સંપર્ક :- કાળીદાસ પ્રેમચંદ સંઘવી

મુ.પો.- રતનપર, તાલુકો- પાલીતાણા, જીલ્લો- ભાવનગર, પીન નં.-૩૬૪૨૭૦ (ચાવી વંદના ટીચર ને ત્યાં રાખેલ છે.)

નોંધ :- સુરધન દાદા ના બંને સ્થાન ઉપર ઘી, વાટ, માચીસ, અગરબત્તી ની વ્યવસ્થા રાખેલ છે.

 

 

Chheda Chhodi Chhodvani Vidhi

(છેડા-છેડી છોડવાની વિધી)

ડોસા ભવાન કુટુંબના દરેક સભ્યો જ્યારે લગ્ન ના બંધનમાં બંધાય છે. આપણા કુટુંબનો રીત રિવાજ બને છે. નવદંપતિ આપણા સુરધન દાદાને સ્થાને શ્રધ્ધાપૂર્વક આવી પગે લાગી સંસારની જવાબદારી માનપૂર્વક અદા કરે છે. દાદાના શુભઆશીર્વાદપામે છે.

રીત : વરઘોડિયા લગ્ન ના કપડા પહેરીને સુરધન દાદા પાસે છેડા-છેડી છોડવાની હોય છે.

) મીંઢણ, ) વરમાળા, ) ખેસ, ) લગ્ન નું પડીકું, ) ચૂંદડી-મોડિયો.

પાંચ વસ્તુ સાથે લઇ જવાની હોય છે. લગ્નના કપડાં ની સાથે ખેસ, મીંઢણ, વરમાળા પહેરવાના હોય છે. નવવધૂ ચૂંદડી અને મોડિયો સાથે રાખવા જરૂરી હોય છે. વરઘોડિયાએ છેડાછેડી બાંધીને ત્યાં જવાનુ હોય છે. અને નવવધૂએ લાજ કાઢવાની હોય છે. આડી વાટ નો દિવો પ્રગટાવીને બંને પગે લાગવાનુ અને પછી શ્રીફળ વધેરવાનુ હોય છે.

પછી ત્રણ શેષ મૂકવાની અને પછી સજોડે પગે લાગવાનુ. સાથે બહેન ને લઇ જવાની. બહેને નવકાર ગણીને છેડાછેડી (ગાંઠ) છોડવાની અને બહેન ને યથા શક્તિ મુજબ કવર આપી રાજી કરવી, અથવા બહેન સાથે ના આવી હોય તો ગામ ની કુંવારી છોકરીને બોલાવીને છેડા છેડી છોડાવીને રાજીકરવાની.

લગ્નના કપડા ટુંકા પડી ગયા હોય તો કપડા ખભા ઉપર રાખીને છેડા છેડી છોડાવી, ખેસ અને લગ્ન નું પડીકું ભુલાય ના જવાઈ.

નવદંપતીએ સુરધનદાદા પાસે અંતઃકરણપૂર્વક ભાવના ભાવવી કે વર્ષમાં એક વખત દાદા તમારા દર્શને અને શુભ આશિર્વાદ લેવા અમે આવીશું.

ખાસ નોંધ : દાદા પાસે લગ્નની કોઈપણ વસ્તુ મૂકવી નહીં.

લગ્નની એ પાંચે વસ્તુ વહેતા પાણીમાં પધરાવવાની હોય છે.

Nived

નિવૈધ :- આસો સુદ- ૯

સવા પાલી લાપસી | સવા કિલો ખિચડો / ૯ પૂડલા - ૯ પૂડલી / કુશકી(થુલી), નમણ / સવા રૂપિયો | સોપારી | પીપળાના પાન | પાણીનો લોટો, સવા કિલો લાપસી કરવી - ગોળની ખીચડા માટે - ૧ કિલો જુવાર | ૦ ૧ કિલો ચણાની દાળ, જુવારમાં પાણી છાંટીને રાખવું, સૂકાઇ જાય બાદ મીક્સરમાં બે/ત્રણ આંટાએ પીસી નાખવું, પછી ચારણીમાં ચાળીને કુશકી(થુલી) કાઢવી. ત્યાર બાદ જુવારમાં ચણાની દાળ, મીક્સ કરી ખીચડો તૈયાર કરવો.

પીપળાના પાન એક ડાળીમાંથી ત્રણ પાન નીકળતા હોય એવા લેવાના

દીવો - બે લાંબી વાટ નો દિવો - અગરબત્તી કરવી.

વિધિ :
-
સૌ પ્રથમ પાટલો ચોખ્ખો કરવો.

- માતાજીના ફોટાની સ્થાપના કરવી.

- માતાજીના ફોટાને ચાંદલા કરવા / ચોખા લગાડી ફૂલનો હાર પહેરાવવો.

- દીવો - અગરબત્તી કરવી - હાજર રહેલા બધાને ચાંદલા કરવા.

- પીપળાના - પાન - એક ડાળીમાંથી - પાણીથી ધોવા.

- વચ્ચેના પાન પર ત્રીશુલ.

- ડાબી બાજુના પાન પર ચાંદલા,

- જમણી બાજુના પાન પર સ્વસ્તિક.

- સવા રૂપિયો | સોપારીને ચાંદલો કરવો

- ત્યારબાદ નીચેથી ઢગલી શરૂ કરવી.
૧) લાપશી ની ઢગલી ૨) પૂડલાની ઢગલી ૩) પૂડલીની ઢગલી
૪) ૫ ખીચર્ડાની ઢગલી ૫) ૫ કુશકી(સુલી)ની ઢગલી.
ત્યારબાદ
અખંડ ત્રણ વાર પાણીની ધારાવાડી કરવી.
-
ત્યારબાદ ગૌત્રીજની બધી વસ્તુ માથે ચઢાવવી.

- બધાએ પગે લાગી પ્રાર્થના કરવી.

- માતાજીની જય બોલાવી.

- ભૂલ-ચૂક થઇ ગઇ હોય તો તે બદ્લ માફી માંગવી.

સુચના :
બધાએ માથે ધોઇ-નાહીને ગૌત્રીજ કરવા.
ટાઇમમાં હોય તો ગૌત્રાજ કરવા નહી.
મોટા ઘરે અગવડ હોય તો નાના ઘરે ગૌત્રીજ થાય.
-
લાપસી વધે તો એઠવાડમાં નહી નાખવી.

- લાપસી વધે તો ગાયને ખવડાવાય.

- ગૌત્રીજ-લાપસી ઘરની બહાર કરાય.

- ગાયને ખવડાવવા બહાર નીકળવાનું
- આજુબાજુમાં પણ લાપસી દેવાય. ઘરમાં બેસાડીને જ ખવડાવાય,
-આસો સુદ-૯ના દિવસે કોઇ કારાસર ગૌત્રીજ ન થાય તો, માગસર સુદ-૯ અથવા મહાસુદ-૯ અથવા વૈશાખ સુદ-૯ ના પણ થઇ શકે છે.



ગૌત્રીજ કરવા માટેની તૈયારી ની વસ્તુની યાદી 1 કિલો, સવા પાલી લાપસીનો લોટ, ઘઉનો લોટ, ચણાની દાળ -01 જુવાર ૧ કિલો, ગોળ – ૧ કિલો, ઘી, પાન, સોપારી, સવા રૂપિયા, કંકુ, ચોખા...