(છેડા-છેડી છોડવાની વિધી)
ડોસા ભવાન કુટુંબના દરેક સભ્યો જ્યારે લગ્ન ના બંધનમાં બંધાય છે. આપણા કુટુંબનો રીત રિવાજ બને છે. નવદંપતિ એ આપણા સુરધન દાદાને સ્થાને શ્રધ્ધાપૂર્વક આવી પગે લાગી સંસારની જવાબદારી માનપૂર્વક અદા કરે છે. દાદાના શુભઆશીર્વાદપામે છે.
રીત : વરઘોડિયા એ લગ્ન ના કપડા પહેરીને સુરધન દાદા પાસે છેડા-છેડી છોડવાની હોય છે.
૧) મીંઢણ, ૨) વરમાળા, ૩) ખેસ, ૪) લગ્ન નું પડીકું, ૫) ચૂંદડી-મોડિયો.
આ પાંચ વસ્તુ સાથે લઇ જવાની હોય છે. લગ્નના કપડાં ની સાથે ખેસ, મીંઢણ, વરમાળા પહેરવાના હોય છે. નવવધૂ એ ચૂંદડી અને મોડિયો સાથે રાખવા જરૂરી હોય છે. વરઘોડિયાએ છેડાછેડી બાંધીને ત્યાં જવાનુ હોય છે. અને નવવધૂએ લાજ કાઢવાની હોય છે. આડી વાટ નો દિવો પ્રગટાવીને બંને એ પગે લાગવાનુ અને પછી શ્રીફળ વધેરવાનુ હોય છે.
પછી ત્રણ શેષ મૂકવાની અને પછી સજોડે પગે લાગવાનુ. સાથે બહેન ને લઇ જવાની. બહેને નવકાર ગણીને છેડાછેડી (ગાંઠ) છોડવાની અને બહેન ને યથા શક્તિ મુજબ કવર આપી રાજી કરવી, અથવા બહેન સાથે ના આવી હોય તો ગામ ની કુંવારી છોકરીને બોલાવીને છેડા છેડી છોડાવીને રાજીકરવાની.
લગ્નના કપડા ટુંકા પડી ગયા હોય તો કપડા ખભા ઉપર રાખીને છેડા છેડી છોડાવી, ખેસ અને લગ્ન નું પડીકું ભુલાય ના જવાઈ.
નવદંપતીએ સુરધનદાદા પાસે અંતઃકરણપૂર્વક ભાવના ભાવવી કે વર્ષમાં એક વખત દાદા તમારા દર્શને અને શુભ આશિર્વાદ લેવા અમે આવીશું.
ખાસ નોંધ : દાદા પાસે લગ્નની કોઈપણ વસ્તુ મૂકવી નહીં.
લગ્નની એ પાંચે વસ્તુ વહેતા પાણીમાં પધરાવવાની હોય છે.