નિવૈધ :- આસો સુદ- ૯
સવા પાલી લાપસી | સવા કિલો ખિચડો / ૯ પૂડલા - ૯ પૂડલી / કુશકી(થુલી), નમણ / સવા રૂપિયો | સોપારી | પીપળાના પાન | પાણીનો લોટો, સવા કિલો લાપસી કરવી - ગોળની ખીચડા માટે - ૧ કિલો જુવાર | ૦ ૧ કિલો ચણાની દાળ, જુવારમાં પાણી છાંટીને રાખવું, સૂકાઇ જાય બાદ મીક્સરમાં બે/ત્રણ આંટાએ પીસી નાખવું, પછી ચારણીમાં ચાળીને કુશકી(થુલી) કાઢવી. ત્યાર બાદ જુવારમાં ચણાની દાળ, મીક્સ કરી ખીચડો તૈયાર કરવો.
પીપળાના પાન એક ડાળીમાંથી ત્રણ પાન નીકળતા હોય એવા લેવાના
દીવો - બે લાંબી વાટ નો દિવો - અગરબત્તી કરવી.
વિધિ :
- સૌ પ્રથમ પાટલો ચોખ્ખો કરવો.
- માતાજીના ફોટાની સ્થાપના કરવી.
- માતાજીના ફોટાને ચાંદલા કરવા / ચોખા લગાડી ફૂલનો હાર પહેરાવવો.
- દીવો - અગરબત્તી કરવી - હાજર રહેલા બધાને ચાંદલા કરવા.
- પીપળાના - ૩ પાન - એક જ ડાળીમાંથી - પાણીથી ધોવા.
- વચ્ચેના પાન પર ત્રીશુલ.
- ડાબી બાજુના પાન પર ૫ ચાંદલા,
- જમણી બાજુના પાન પર સ્વસ્તિક.
- સવા રૂપિયો | સોપારીને ચાંદલો કરવો
- ત્યારબાદ નીચેથી ઢગલી શરૂ કરવી.
૧) ૫ લાપશી ની ઢગલી ૨) ૫ પૂડલાની ઢગલી ૩) ૫ પૂડલીની ઢગલી
૪) ૫ ખીચર્ડાની ઢગલી ૫) ૫ કુશકી(સુલી)ની ઢગલી.
ત્યારબાદ અખંડ ત્રણ વાર પાણીની ધારાવાડી કરવી.
- ત્યારબાદ ગૌત્રીજની બધી વસ્તુ માથે ચઢાવવી.
- બધાએ પગે લાગી પ્રાર્થના કરવી.
- માતાજીની જય બોલાવી.
- ભૂલ-ચૂક થઇ ગઇ હોય તો તે બદ્લ માફી માંગવી.
સુચના :
બધાએ માથે ધોઇ-નાહીને જ ગૌત્રીજ કરવા.
ટાઇમમાં હોય તો ગૌત્રાજ કરવા નહી.
મોટા ઘરે અગવડ હોય તો નાના ઘરે ગૌત્રીજ થાય.
- લાપસી વધે તો એઠવાડમાં નહી નાખવી.
- લાપસી વધે તો ગાયને ખવડાવાય.
- ગૌત્રીજ-લાપસી ઘરની બહાર ન કરાય.
- ગાયને ખવડાવવા જ બહાર નીકળવાનું
- આજુબાજુમાં પણ લાપસી ન દેવાય. ઘરમાં બેસાડીને જ ખવડાવાય,
-આસો સુદ-૯ના દિવસે કોઇ કારાસર ગૌત્રીજ ન થાય તો, માગસર સુદ-૯ અથવા મહાસુદ-૯ અથવા વૈશાખ સુદ-૯ ના પણ થઇ શકે છે.
ગૌત્રીજ કરવા માટેની તૈયારી ની વસ્તુની યાદી 1 કિલો, સવા પાલી લાપસીનો લોટ, ઘઉનો લોટ, ચણાની દાળ -01 જુવાર ૧ કિલો, ગોળ – ૧ કિલો, ઘી, પાન, સોપારી, સવા રૂપિયા, કંકુ, ચોખા...