Surdhan Dada na Chokha

સુજનદાદાના ચોખા - આસો વદ-૧૪ (કાળી ચૌદશ), દિવાળી પહેલા

ચોખા ઝારવા માટે તૈયારી કરવી

* સવા કિલો ચોખા / શ્રીફળ | સવા રૂપિયો / સોપારી / પાણીનો લોટો / કંકુ / દાદાનો એક લાંબી વાટનો દિવો.

* ચોખાને કુકરમાં બાફીને ભાત કરવા.

* પાટલો ચોખ્ખો કરી - બધે નમણ છાંટવું.

* દિવો પ્રગટાવવો / અગરબત્તી કરવી - સૂરધનદાદાની - બધી સ્ત્રીએ લાજ કાઢવી. લાલ લીલી સાડી પહેરવી | આખુ મોઢુ ઢંકાય રીતે લાજ કાઢવી.

* ભાત/ગોળ/ઘી - એક ડીસમાં ભેગું કરી/સોપારી - સવા રૂપિયાને ચાંદલો કરવો.

* ભાત/ગોળ/ઘી ને મીક્સ કરી પાટલાં પર પાંચ ઢગલી કરવી / ઝારેલા ભાત કુવાંરીકાને ખવડાવવા.

* શ્રીફળ વધેરી - પાંચ ઢગલી કરવી.

* શ્રીફળ વધેરીને એના પાણીની ત્રણ અખંડ વાર ધારાવાડી કરવી.

* બધાએ ચાંદલા કરવા.

* પછી બધાએ દાદાને પગે લાગવું.

* બધાએ ભૂલ-ચૂક થઇ ગઇ હોય તો તે બદ્લ માફી માંગવી.

સૂચના

* કાળી ચૌદસના દિવસે કાંઇ કારણસર ભાત થાય તો તે બીજી વખત થાય.

* ભાતને બીજી વખત ચૂલા પર મૂકવા નહીં | અથવા માઇક્રોવેવ માં પણ ગરમ થાય.

* ભાત/ગોળ/ઘી/દાળ/મગ/દૂધ/દહી/છાશ સાથે ખવાય,

* ભાતનો દાણો એઠવાડમાં જવા દેવાય.

* ભાત વધે તો સાંજ થતા પહેલા ગાયને ખવડાવાય, .