સુરધન દાદા નું સ્થાન
આંકોલાળીમાં આપણા સુરધન દાદા(નાનચંદ દાદા) બિરાજમાન છે. તેમજ રતનપર માં આપણા સુરધન દાદા(લક્ષ્મીચંદ દાદા) બિરાજમાન છે.
દેશમાં પાલીતાણા સુધી જાવતો બને ત્યાં સુધી દાદાનાં દર્શન કરવા જવું.
આંકોલાળી અને રતનપર સુરધન દાદાનાં દર્શન કરવા જવા માટેની જરૂરી સૂચના :-
સંઘવી કુટુમ્બ ની વહુઓ એ દાદા ના દર્શન કરતી વખતે લાજ અચુક કાઢવી (મોઢું સાડી વડે ઢાંકવું), ખૂલ્લા-ઉઘાડા મોઢે દાદાના દર્શન ન કરવા તેની ખાસ નોંધ લેવી.
સંઘવી કુટુમ્બ ની દીકરી ઓ માટે આ રીવાજ નથી.
વિધી :
૧ આડી વાટનો ઘી નો દીવો કરવો.
અગરબત્તી કરવી.
શ્રીફળ વધેરી તેની ત્રણ શેષ પાટલા પર મુકવી. બાકી ની શેષ તથા નારીયેળ, પાણી વાપરી લેવું.
• બહાર નીકળતી વખતે ભૂલ-ચુક થઇ હોય તે બદ્લ દાદાની માફી માંગવી(ક્ષમા-યાચના કરવી),
આંકોલાળી દાદા નાં દર્શન કરવા જનાર ભાગ્યશાળીઓ એ દીપકભાઇ સંઘવી ને જાણ કરવી. તે ચાવી ની તથા અન્ય વ્યવસ્થા કરી આપશે. આ ઉપરાંત એક ચાવી હીંમતભાઈ ગીલાભાઈ લાઠીયા(પટેલ) ને ત્યાં આંકોલાળી માં રાખેલ છે.
આંકોલાળી નો સંપર્ક :- દીપકકુમાર ચંપકલાલ સંઘવી
મુ.પો. - આંકોલાળી, તાલુકો- પાલીતાણા, જીલ્લો- ભાવનગર, પીન નં.-૩૬૪૨૭૦ દીપકભાઇ સંઘવી : (M) 098799-38275, (Resi) 094094-41329
હીંમતભાઇ પટેલ : (M) 090993-84300
રતનપર નો સંપર્ક :- કાળીદાસ પ્રેમચંદ સંઘવી
મુ.પો.- રતનપર, તાલુકો- પાલીતાણા, જીલ્લો- ભાવનગર, પીન નં.-૩૬૪૨૭૦ (ચાવી વંદના ટીચર ને ત્યાં રાખેલ છે.)
નોંધ :- સુરધન દાદા ના બંને સ્થાન ઉપર ઘી, વાટ, માચીસ, અગરબત્તી ની વ્યવસ્થા રાખેલ છે.