ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતોની હારમાળાઓ વચ્ચે સાબરમતી નદીના કાંઠે, અમદાવાદ-અંબાજી હાઈવે રોડ નં. ૮, ઉપર વસેલું નાનકડું
ગામ. ગામની વસ્તી આશરે ૨૦૦૦ છે. જેમાં જૈનોના ૨૦ ઘર છે. અમારા ગામમાં સુંદર નયનરમ્ય કાચનું જિનાલય છે. તેમાં બિરાજમાન મુળનાયક
શ્રી નમિનાથજી ભગવાન તથા શ્રી શાંતીનાથ ભગવાન સંવત ૨૦૨૭માં જેઠ સુદ-ર ના પુ.પૂ.આચાર્ય ભગવંત શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.ના વરદ હસ્તે
પ્રતિષ્ઠા થયેલ છે. ત્યારથી અમારો સંઘ ઉન્નતિના માર્ગે આગળ વધી રહેલ છે. ત્યાર પછી જિનાલયમાં દેવ-દેવીઓની પ્રતિષ્ઠા થયેલ. નુતન ઉપાશ્રય,
સમાજવાડી તથા કાચનું જિનાલય બનાવેલ છે. તે હાલમાં એક આકર્ષક થઈ ગયું છે. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી આનંદધન સૂરીશ્વરજી મ.સા. ના
આશીર્વાદ , અમારા ગામ પર વર્ષી રહ્યા છે. તેમની પ્રેરણાથી શ્રી માણીભદ્રવિરનું હવન જેઠ સુદ-૧ના થાય છે.
જિનાલય સાલગીરી જેઠ સુદ ૨ ધામધુમથી ઉજવાય છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી પાંચ દિવસનો પંચાહિન્કા મહોત્સવ ઉજવાય છે. જેમાં પૂજાઓ-
પૂજનો પ્રવચનો, રાત્રી ભાવના - પ્રભુજીના રથયાત્રા ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ થાય છે. દેશ-પરદેશમાં વ્યવસાય માટે વસેલા સર્વે સંઘના નાના-
મોટા ભાઈ-બહેનો આ પ્રસંગમાં અચૂક હાજરી આપે છે અને તન-મન-ધનથી આ પ્રસંગને દિપાવે છે.
અમારા સંઘમાં નાના-મોટા ભાઈઓ-બહેનો તથા બાળક-બાળીકાઓ મંડળો બનેલા છે. જેમાં શ્રી સિલ્વર જૈન યુવક મંડળ, શ્રી ગોલ્ડન જૈન
યુવક મંડળ, શ્રી એલર્ટ જૈન ગ્રુપ. જે મંડળો પ્રસંગમાં તત્પર કાર્ય માટે સજાગ રહે છે, સહાયક બને છે. તદ્ઉપરાંત સંઘમાં શ્રી ખેરોજ જૈન સંગીત
મંડળ પણ છે. જે પૂજાઓ તથા પ્રભુ ભક્તિમાં રમઝટ અને લીન કરાવે છે. બીજા સંઘોમાં પણ પૂજા, ભાવના ધાર્મિક પ્રોગ્રામ આપવા જાય છે. તે અમારા
સંઘનું ગૌરવ રોશન કરાવે છે.
Kheroj Jain Sangh Committee |
|
---|---|
Dineshkumar Fulchand Mehta - Pramukh |
9409937361 |
Mukeshkumar Babulal Mehta - UpPramukh |
9426311630 |
Mahendrakumar Revalal Mehta - Secretary |
7021428412 |
Pinkeshkumar Dharamchand Mehta - Treasurer |
9428735435 |
Kiritkumar Manilal Kothari - Joint Treasurer |
9724527827 |
Bipinkumar Shankerlal Mehta - Committee Member |
9869634783 |
Girishkumar Fulchand Mehta - Committee Member |
9427031541 |
Dilipkumar Hiralal Mehta - Committee Member |
9427700681 |
Shrenikkumar Chandulal Mehta - Committee Member |
9377784100 |
Jitendrakumar Dharamchand Mehta - Committee Member |
9426375154 |
Kantilal Premchand Sanghvi- Advisory Committee |
9408222810 |
Maheshkumar Nathulal Mehta - Advisory Committee |
9377784400 |