લાંબડીયા

સાબરમતી ના તીરે વસેલુ લાંબડીયા ગામ જુના સમયના ઈડર તાલુકાના તાબામાં આવેલ પોશીના પટ્ટા નીચે આવેલ હતું. લાંબડીયા ગામમાં પણ વહીવટી શાખા હતી જે સ્થાન “કોટડી” તરીકે વિખ્યાત હતું. આજે તો તેનો અંશ પણ વિધમાન નથી. લાંબડીયા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જીલ્લામા મોટા પોશીના તાલુકા મધ્યે આવેલ સુંદર અને ધંધાકીય કેન્દ્ર સમાન છે. ગામની અઢારે આલમની વસ્તીમાં વિશેષ કરીને બહુમતી વસ્તી મુસ્લિમ સમાજ ની છે. છતાં સુલેહ-સંપ ઉદાહરણીય છે. મુસ્લિમો સિવાય ગામ જૈનો, પ્રજાપત, પંચાલ, બ્રાહ્મણ, સોની, રાવળ તથા હરિજન આદિ કોમો ખૂબજ શાન્તિપૂર્વક રહે છે. જૈનોની વસ્તી પ્રમાણમાં ઓછી હોવા છતાં સામાજીક અને વ્યવસાયિક વર્ચસ્વ જૈન સમાજનું છે.

લાંબડીયા ગામ ધાર્મિક દષ્ટિએ પણ ઠીકઠીક સમૃધ્ધ છે. ગામમાં સુંદર પ્રાચીન (લગભગ ૧૫૦ વર્ષ અંદાજે) વિશાળ શીખરબંધી જીનાલય છે. ગર્ભગૃહ સિવાય ત્રણ વિશાળ રંગમંડપ તથા ભમતીયુક્ત સુંદર શોભી રહ્યું છે. મૂળનાયક શ્રી પાર્શ્નનાથ પરમાત્મા રપ ઈંચના અત્યંત પ્રભાવી છે. આજુબાજુ ૧૩ ઈંચના શાંતિનાથ તથા અરનાથ સાથે પાષાણનું ત્રીગડું છે. ધાતુના શાંતિનાથ પંચતીર્થ તથા સિધ્ધચકજી છે.

આખુ જીનાલય ઈંટ તથા માટીમાં ચણતરથી બનેલ છે. એજ તેની પ્રાચિનતાની નિશાની છે. જીનાલય કે ગામનો લેખિત ઈતિહાસ કે એતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી.

જીનાલયના શીખર નીચેનો ભાગ એટલે કે ગર્ભગૃહનો પાછળનો ભાગ ઈંટોમાં લુણો લાગવાથી ખવાઈ ગયો હતો અને ખાડા પડી ગયા હતા તથા શીખરનો ધજાદંડ પતરું મઢેલ લાકડાની પાટલીવાળો હોઈ જીર્ણ થઈ ગયો હતો આથી શ્રી સંઘે જીર્ણોધ્ધાર કરાવી મહોત્સવપૂર્વક ધ્વજાદંડ બદલવાનો નિર્ણય કર્યો.

જીર્ણોધ્ધાર કાર્ય પૂર્ણ થયેથી સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ-૧૪ થી વૈશાખ વદ-૬ દરમ્યાન ભવ્ય અષ્ટાન્હિકા મહોત્સવ પૂર્વક નૂતન ઘ્વજાદંડ આરોહણ સાથે પાર્શ્વનાથ પરમાત્માના યક્ષ યક્ષિણી, મણીભદ્રવીર, નાકોડા ભૈરવ તથા શાસનદેવી આદિ નૂતન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. મહોત્સવ ઉત્સાહ ઉપજ, વ્યવસ્થા તથા ભક્તિ આદિમાં ક્ષેત્રની અપેક્ષાએ ઔતિહાસિક બન્યો હતો. કાયમી ધ્વજારોહણનો આદેશ કોઠારી આશાલાલ શોભાજી પરિવારના જ કોઠારી ભીખાલાલ આશાલાલ પરિવાર લીધો હતો.

જીનાલય પૂર્વાભિમુખ છે. પણ હાલમાં જીનાલય સન્મુખ તમામ પંચાલ જ્ઞાતિના ઘરો છે. શ્રાવકોની વસ્તી જીનાલયની પાછળની બાજુ એટલે કે પશ્ચિમ તરફ વિશેષ છે. વડીલો પાસેથી સાંભળ્યા મુજબ પૂર્વે જીનાલય સામે તમામ શ્રાવકો ના ઘરો હતા જેઓ વ્યવસાય આદિ અર્થે વિસ્થાપિત થઈ અન્ય સ્થાનોમાં સ્થિર થયેલ છે. હાલ શ્રાવકોના ૨૦ ઘર છે. તે ૮૦-૯૦ વર્ષ પૂર્વે લગભગ ૧૦૦ ઘરની વસ્તી હતી.

જીનાલયમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પરમાત્મા પરિકર સહિત અરિહંત અવસ્થાએ હતા, પરંતુ પરિકર માપમાં પણ ન હતું અને ગાદીમાં

યક્ષ યક્ષિણી આદિનાથ પરમાત્માના હતા. જેથી એવું અનુમાન થાય છે કે પૂર્વ મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્મા હશે અનુમાનને સમર્થન પણ મળે છે કે જીર્ણોધ્ધાર દરમ્યાન સીડી નીચે ઓરડી તોડતા આદિનાથ પરમાત્માની ખંડિત પ્રતિમા (ધડ માથુ જુદુ) મળી આવ્યા હતા. જેનો સંપુર્ણ વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

જીનાલયની નવીન ધ્વજારોહણ સાલગીરીને ૨૦૬૦ ના વર્ષે ર૫ વર્ષ પુરા થતા હોઈ વૈશાખ સુદ-૧૪ થી વૈશાખ વદ-૬ આઠ દિવસ ના મહોત્સવ પૂર્વક રૌપ્ય મહોત્સવ ધામધુમથી ઉજવ્યો. જેમાં પ.પુ. સુવિશાલ ગચ્છાધિપતી આચાર્યદેવ શ્રીમદ્‌ વિજય રામસંદ્રસૂરીશ્વરજી મ.સા. ન સમુદાયના પ.પુ. ગણિવર્ય શ્રી જયદર્શન વિજયજી મ.સા. તથા પ.પુ.મુ. શ્રી વૈરાગ્યરતી વિજયજી મ.સા. તથા પ.પુ.મુ.શ્રી પ્રશમરતી વિજયજી મ.સા. આદિ ઠાણા-૪ તથા પુ. સાધ્વિજી મ.સા. ઠાણા-પ ની નિશ્રાએ મહોત્સવ ખૂબજ ઠાઠમાઠથી ઉજવાયો હતો. મહોત્સવની કલગી સમાન વર્ષગાંઠના દિવસે જીનાલયમાં રચવામાં આવેલ મહાપૂજા અદ્વિતીય હતી. કદાય સમગ્ર સાબરકાંઠા જીલ્લામાં પ્રથમવાર મહાપૂજાનું આયોજન થયું હતું. / ગામમાં સુંદર ઉપાશ્રય તથા સામાજીક ધાર્મિક પ્રસંગોની ઉજવણી માટે વાડી આદિ સ્થાનો સંઘ પાસે છે. આ તમામ સ્થાનોની વ્યવસ્થા, દેખભાળ અને વહીવટ માટે ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ કરે છે. ચાલુ ટ્રસ્ટી મંડળ નીચે મુજબ છે.


Lambadiya Jain Sangh Committee
Kantilal K. Mehta - Pramukh
9327776700
Girdharilal B. Kothari - Advisory Committee
9327082475
Nareshkumar T. Shah - Advisory Committee
9247802886
Praful R. Shah - Treasurer
7359293509
Dilipkumar M. Kothari
9824031223
Sanjay C. Kothari
9427234061
Urvish B. Mehta
8108890818
Nikesh K. Shah
9323832500
Chirag C. Shah
9428609450
Rinkesh P. Shah
9510663623