મોટા પોશીના


મોટા પોશીના ગુજરાત રાજસ્થાનની સરહદનું પ્રાચીન તીર્થ છે. અમદાવાદ - હિંમતનગર - ઇડર - ખેડબ્રહ્મા - હડાદ ગામની પાસે હોવાથી અંબાજી હાઈવે રોડ ઉપર હડાદગામથી ૧૨ કિ.મી. બાજુમાં છે. ત્યાં આવવા માટે પાકો ડામરનો રોડ છે. આ ગામ હડાદ ગામની પાસે હોવાથી હડાદ- પોશીનાના નામે વિશેષ ઓળખાય છે. આ તીર્થમાં પ્રાચીન જૈન દેરાસરો આવેલાં છે. જે સંપ્રતિ રાજાના વખતમાં બંધાયેલ છે. જે લગભગ ૮૦૦ થી ૧૦૦૦ વર્ષના સમયમાં બંધાએલાં છે. આ તીર્થમાં કુલ ૪ શિખરબંધી દેરાસરો છે તથા બે શીખરબંધ દેરીઓ આવેલી છે. જેમાં (૧) શ્રી વિધ્નપ્રહર। પાર્શ્ચનાથ પ્રભુ (૨) શ્રી શાન્તિનાથ પ્રભુ (૩) શ્રી આદીશ્વર પ્રભુ (૪) શ્રી મહાવીરસ્વામી પ્રભુ (૫) આ પદ્માપ્રભુના મંદિરો આવેલા છે. તથા વીરદાદાનું સ્થાનક પણ આવેલું છે. આ ઉપરાંત એક ઉપાશ્રય, ધર્મશાળા તથા ભોજનશાળા બારે માસ ચાલુ રહે છે. તીર્થ યાત્રાએ આવેલા યાત્રાળુઓને વ્યવસ્થિત સગવડ મળે તે માટે મુનિમ છે. તેમજ આ તીર્થનો વહીવટ શ્રી મોટા પોશીના જૈન શ્વ. મૂ. દેરાસર ટ્રસ્ટના નામે વહીવટદાર ટ્રસ્ટીઓ સંભાળે છે. અગાઉ આ સમૃદ્ધ નગરી હતી. જૈનોનાં ૩૮૭ ઉપરાંત ઘર હતાં. ત્યારે શ્રી કુંભારીયા તીર્થનો વહીવટ મોટા પોશીના સંઘ કરતો હતો. પરંતુ કાળક્રમે હાલમાં જૈનોના ઘર ૧૮ આસપાસ ખુલ્લા છે. અહીં વિકમની ૧૩-૧૪ અને ૧૫ મી સદીના ચાર ભવ્ય જિન પ્રાસાદો છે. જેમાં સં. ૧૦૧૮ થી ૧૪૮૧ સુધીના લેખો જોવા મળે છે. તેમજ સં. ૧૪૭૭ તથા ૧૪૮૧ માં જિર્ણોદ્ધાર થયાના લેખો છે. આ તીર્થના અધિષ્ઠાયક દેવશ્રી વીરદાદાનું નાનું પરંતુ શીખરબંધ દેરાસર છે. વીરદાદાનું મંદિર ઉતારી લઈ અહીં નવીન શીખરબંધ મંદિર બનાવવાનું કામ ચાલુ છે. જે થોડાં સમયમાં પુરું થઈ જશે. દન

શ્રી વિધ્નપ્રહરા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર


પોશીના પાર્શ્વનાથ ભગવંતના પ્રતિમાજી કંથેરના ઝાડ નીચેથી મહાન ચમત્કારિક રીતે પ્રગટ થયેલ હતા અને ત્યારબાદ આ પ્રતિમાજી વિધ્નપ્રહરા પાર્શ્વનાથ નામે પ્રચલિત છે. ૧૦૮ પાર્શ્ચનાથના છંદમાં પોશીના પાર્શ્વનાથનુ નામ આવે છે. આ વિશાળ જિન મંદિર ૧૩મા સૈકામાં બાંધવામાં આવેલ છે. મોટા પોશીના તીર્થમાં બિરાજમાન શ્રી વિધ્નપ્રહર। પાર્શ્વનાથ શ્વેત પાષાણ યુક્ત ૩૧” ઊંચા છે. પ્રભુજીની પહોળાઈ ૨૭” છે. આ પ્રભુજી પદ્માસને બિર છે. ગોપાલ નામના શ્રેષ્ઠીએ પોતાના મનોરથને પૂર્ણ કરવા બે મંડપથી યુક્ત ભવ્ય જિનપ્રસાદનું નિર્માણ કરાવ્યું. આ ભવ્ય જિનપ્રસાદમાં તેની પત્ની અહીવદેવી અને પુત્રીએ ૧૪૭૭માં પૂ.આ.ભ. સોમસુંદરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્‌ હસ્તે શ્રી વિધ્નપ્રહરા પાર્શ્વનાથ પ્રભુના મનોહર જિનબિબની પ્રતિષ્ઠા કરાવી. મંગલ મુહૂર્તે પ્રતિષ્ઠા થઈ પણ તુરંત વિઘ્ન ઉપસ્તિત થયું. અચાનક અગ્નિ પ્રજ્વલિત થયો અને નૂતન ભવ્ય જિનાલય તેમાં ભરખાઈ જશે તેવો ભય સેવાવા લાગ્યો. પણ ત્યાં જ ચમત્કાર થયો. અગ્નિ અચાનક ઉપશાંત થઈ ગયો. આ પ્રભુના પ્રભાવથી અગ્નિનાં વિઘ્નનો અપહાર થયો. તેથી લોકોના મુખેથી સરી પડ્યું. શ્રી વિઘ્નપ્રહર। પાર્શ્વનાથ ! અત્રેના ત્રણેય દેરાસરે કેસરવર્ણિ અખંડ જ્યોત થાય છે.

          શ્રી વિધ્નપ્રહરા પાર્શ્વનાથ પ્રભુના મંદિરના રંગમંડપમાં નીચે ભોયરું આવેલું છે. જીર્ણોદ્ધાર વખતે ખોદકામ કરાવતા તેમાથી પાષાણની ૪૨ પ્રતિમાજી બિલકુલ ખંડિત હાલતમાં નીકળી જે ધરોઈ ડેમમાં પધરાવી દીધી હતી. બીજી અગિયાર પ્રતિમાજી કેશવનગર (સાબરમતી), એક પ્રતિમાજી વાલમ અને મોટા પોશીના ખાતે બિરાજમાન કરાવ્યા હતા.

          વિઘ્નપ્રહરા પાર્શ્વનાથ ભગવાનના દહેરાસરજીમાં પાર્શ્વનાથ ભગવાનના ભવો દસ ભાગ્યશાળીઓ તરફથી મુકવામાં આવેલ છે. રંગમંડપના સમવસરણમાં ચૌમુખ પ્રતિમાઓ છે. ઉત્તરદિશાના ગોખલામાં આ.શ્રી દાનસૂરીશ્વરજી તથા આ શ્રી લબ્દિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુ મુર્તિઓ પધરાવેલ તથા પંચ ધાતુની ત્રણ પ્રતિમાઓ છે તથા યક્ષ-યક્ષિણીની તથા શેઠ-શેઠાણીની મૂર્તિઓ પધરાવેલ છે. જે ખરેખર જોવાલાયક છે.

શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર

શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની બાજુમાં જ છે. તેમાં પધરાવેલ પ્રતિમાજી ૩૭” ના અદ્ભુત આહલાદક છે . આ મંદિરની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં છે.

શ્રી આદિશ્વર ભગવાનનું મંદિર

          આ મંદિર શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની બાજૂમાં જ છે. મૂળનાયક ભગવંત શ્રી આદીશ્વર દાદાના પ્રતિમાજી ૩૫” ના ભવ્ય વિશાળ અને મનમોહક છે. પ્રતિમાજીના બંને ખભા ઉપર વાળની લટો ઉતારેલી છે. જે ભગવાનના ચતુર્મુષ્ઠિ લોચનું પ્રતીક છે. બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના બે કાઉસગીયા છે. મૂળનાયક ભગવંતની અંજન શલાકા સંવત ૧૮૮૫ના મહા સુદ પના રોજ થઈ હતી. આ પ્રતિમાજીને અગાઉ શ્રી નેમનાથ ભગવંત તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ પ્રતિમાજીને બંને ખભા ઉપર વાળની લટો ઉતારેલી હોઈ ભગવંતના ચતુર્મુષ્ઠિ લોચનું પ્રતિક હોવાથી શ્રી આદિશ્વર ભગવંત કહેવામાં આવે છે. બહાર નીકળતાં ડાબી બાજુએ અંબિકા દેવીની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા ભવ્ય અને આકર્ષક છે પ્રતિમાની ઉપર નૈમનાય પ્રભુની પ્રતિમા કંડારેલી છે. બીજા ગોખમાં શ્રી ચકેશ્વરી દેવીની પ્રતિમા બિરાજમાન છે. આ દેરાસરોની વર્ષગાંઠ વૈશાખ વદી ૧૧ના રોજ છે. આ દિવસે દરેક જિનાલયોમાં પ્રભુજીને અંગરચના તથા પૂજા ભણાવવામાં આવે છે તેમજ સ્વામિવાત્સલ્ય પણ થાય છે.

શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર

          આ મંદિર બાજુમાં આવેલું છે. મૂળનાયક ભગવાન શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ૪૧” ના પરમ પ્રભાવિક બીરાજમાન છે. પોશીનાના રાજાઓએ જૈન આચાર્યોના ઉપદેશથી અત્રે નપરતી મંત્રીની વિનંતીથી વિ.સં. ૧૩મી સદીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું મંદિર બનાવ્યું હતું. અને તેમાં મહાવીરસ્વામી પ્રાચીન જિન પ્રતિમા પધરાવેલી હતી જે અત્રે બિરાજમાન છે. ત્યારબાદ નરપતી મંત્રીએ ૧૩૫૧-૧૩૫૨માં તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો.

અધિષ્ઠાયક દેવશ્રી વીરદાદાનું મંદિર

          અધિષ્ઠાયક શ્રી વીરદાદાનું મંદિર શ્રી મહાવીરસ્વામી ભગવાનના મંદિરના પાછળના ભાગે બહાર નીકળતાં જમણી બાજુની ભમતીમાં સુંદર શીખરબંધ મંદિર છે. અહીં નવીન મંદિર બનાવવાનું કામ ચાલુ છે. આ તીર્થના અધિષ્ઠાયક દેવશ્રી વીરદાદાની મૂર્તિ મહાન ચમત્કારિક છે. જૈનો તેમજ જૈનેતરો ગામ-તેમજ પરદેશથી સંખ્યાબંધ દર્શને આવે છે. ભાવિક ભક્તો આશા પૂરી થતાં સુખડી નૈવેધનો થાળ ધરાવી પોતાની આશા સફળ કરે છે .

          કાળમાં કેટલાક સમયથી ભાવિક ભક્તો તરફથી દરસાલ વૈશાખ વદી ૧૦ના રોજ શ્રી વીરદાદાના હવન પૂજન ભણાવાય છે. દરસાલ જુદા ભક્તો તરફથી હવન પૂજન ભણાવવાની માંગણીઓ આવે જાય છે અને તેમાંથી વીરદાદા પોતે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી કોઈ એકની માંગણી સ્વીકારે છે. વીરદાદાના ચમત્કારો વિશે લખવા બેસીએ તો પુસ્તક ભરાય તેટલા છે. તેથી જણાવવું અસ્થાને છે. પરંતુ હવન પૂજાના સમયમાં ત્રણ થી પાંચ દિવસનો ઓચ્છવ રાખવામાં આવે છે. આ દિવસો દરમ્યાન સવારથી સાંજ સુધી ત્રણે ટાઈમ સ્વામીભક્તિ કરવામાં આવે છે.

પંચતીર્થ પરિચય પુસ્તિકાના આધારે...

          આ તીર્થની પ્રાચીનતા અંગે શ્રી કુંભારીયા તીર્થમાં શ્રી નેમનાથ ભગવાનના મંદિરમાં નીચે મુજબ શીલાલેખ છે. પ્રાગવટ વંશના શ્રેષ્ઠી બાહડે [ચાર્ય શ્રી ભદ્રસૂરીશ્વરજીના ઉપદેશથી સવત ૧૩૪૫માં શ્રી સમેતશિખરજી નામનું મંદિર કરાવ્યું હતું અને મોટા પોશાની આવી પ્રતિષ્ઠા કરાવી હતી. તે જ પ્રતિમા હાલ મોટા પોશીના ગામમાં પૂજાય છે. શ્રેષ્ઠી બાહડે જૈનાઆચાર્ય શ્રી સમેતશીખરજીનું જિનાલય જિર્ણાદ્ધારના અભાવે ધીમે ધીમે પડી ગયું અને ત્યારબાદ પોશીનાજીના સંઘે તેમાંની ભવ્ય મૂર્તિઓને જિર્ણ થઈ ગયેલા પરંતુ ઊભા રહેલા મંદિરોમાં પધરાવી હતી. આ મંદિરનો જિર્ણાદ્ધાર અન્ય જૈન સંઘોની મદદ મેળવી સં. ૧૯૯૫ થી ૧૯૯૮ સુધીમાં કરાવ્યો હતો. આ સ્થળ ખૂણામાં હોવાથી તેમજ દેવદ્રવ્યની આવક નહીં હોવાથી અત્યાર સુધી શક્ય બનેલ નહી. પરંતુ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા અન્ય સંઘોનો સુંદર સંકુલનું બાંધકામ ચાલુ જ છે. દરેક મંદિરો ભોજનશાળા - ધર્મશાળા એક કંપાઉન્ડમાં આવેલા છે. તેમજ પુરાતન સમયની પથ્થરની બાંધેલી સુંદર વાવ છે. આ વાવનું પાણી મીઠું હોવાથી સંસ્થા તરફથી વોટર વર્કસ બનાવી પાણીની વ્યવસ્થા ચોવીસે કલાક ચાલુ છે. દેરાસરનાં સંકુલમાં બ્લોક આકાર લઈ રહ્યો છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તથા પહેલા બીજા માળનું કામ શરૃ થઈ ગયું છે. સંકુલના દરેક માળનો નકરો રૂ।. ૩,૫૧,૦૦૦/- તથા દરેક રૂમનો નકરો ૭૫,૦૦૦/- નક્કી કરેલ છે.

Mota Poshina Jain Sangh Committee
Girdharilal Talakchand Shah - Pramukh
9825318963
Vasantbhai Popatlal Kothari
9819801705
Rameshbhai Melapchand Shahહ
9427520267
Prafulbhai Babulal Shah
9824031860
Mahendrabhai Kantilal Shah
9327517772
Vikrambhai Babulal Shah
9825468384
Dilipbhai Babulal Mehta
9426750718