શ્રી વીર જૈન યુવક મંડળ

(મુંબઈ)

અડધી સદી પૂર્વના સમયની વાત છે. નિજી વતનની વહાલપમાં વિકસતાં આપણી જ્ઞાતિના બહોળા પરિવારોનો અર્થ વિકાસ અને સ્વ વિકાસ થવાનું વિકટ બનતું ગયું, ત્યારે સમયની સરહદે સમૃધ્ધપણે વિકસી રહેલાં શહેરો પ્રતિ આપણા પૂર્વજોની દષ્ટિ પડી અને આજિવીકાના સમતુલન માટે સવો પાર્જેનાર્થે તેઓએ મુંબઈમાં પગરણ કર્યા અને સહુએ પોત પોતાની અનુકૂળતા મુજબ અલગ અલગ જગ્યાએ વસવાટ કર્યો. સમયની સાથે સંઘર્ષ કરતાં સહુ પોત પોતાની કોઠાસૂઝથી આર્થિક રીતે પગભર થતા રહ્યાં. પણ પરિવારોનો પરસ્પર મિલનનો પનો ખેંચાતો રહ્યો, તે પરિચયનો તંતુ યથાવત જળવાઈ રહે અને પારસ્પરીક સંબંધનો સેતુ સુદઢ રહે તે માટે અને એક છત (બેનર) નીચે સહુ સાથે હળી મળી શકે તેવા શુભ આશયથી આજથી દોઢ દાયકા પહેલાં શ્રી કિરીટભાઈ શંકરલાલ મહેતાને ત્યાં અ.સૌ. ત્રિશલાબેનની અઠ્ઠાઈ તપના પારણામાં એકત્રિત થવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ, તે સમયે આ પ્રસ્તાવ સહુ સમક્ષ મૂક્યો અને કહેવું પડે કે આ શુકનવંતા સમયના પ્રસ્તાવને સુંદર પ્રોત્સાહન મળ્યું. આપણી જ્ઞાતિના વાસંતીબહાર જેવા ઉત્સાહી શ્રી વસંતભાઈએ આ પ્રસ્તાવના પ્રત્યુતરમાં “સમૂહ તીર્થયાત્રા' ની સુંદર રજુઆત કરી અને તેમાં સંપૂર્ણ ખર્ચની જવાબદારી પોતાના શીરે ઉઠાવવાની તૈયારી દર્શાવી. તેમની રજુઆતને અનુમોદન આપતા સર્વાનુમતે શ્રી બોરડી તીર્થયાત્રા પ્રવાસ નક્કી કર્યો અને શ્રી વસંતભાઈના સહયોગમાં શ્રી કાન્તિભાઈ, શ્રી કિરીટભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી સુધીરભાઈ, શ્રી ધરમચંદભાઈ, શ્રી ભરતભાઈ,શ્રી પ્રકાશભાઈ વિગેરેએ આ તીર્થ આયોજન સુપેરે પાર પાડવાની જવાબદારી ઉપાડી લીધી. સને ૧૯૯૭માં આ તીર્થયાત્રા મુંબઈ અને ઊપનગરોમાં વસતા આપણા સમાજના લગભગ બધાં જ કુટુંબોએ સપરિવાર આત્મોલ્લાસ સહ ચૈતન્ય પરિપાટીનો અનેરો ઉંમગે લાભ લીધો, જેનો હર્ષ સહુના ચહેરા પર મેઘઘનુષી રંગે દશ્યમાન થતો હતો. સહુના ચહેરા પર પુનિતતીર્થના ઓજસ પથરાયેલા નિહાળીને આ આત્મપાવન તીર્થના સાનિધ્યમાં જ મંડળની સ્થાપના કરવાનું તથા પ્રતિવર્ષ અલગ અલગ તીર્થોની વિચાર વિમર્શ કરીને તથા મંડળના સૂત્ર સંચાલન માટે સર્વાનુમતે કાર્યવાહક પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી, જેમાં ના સ્થાપક પ્રમુખ તરીકે પ્રથમ શેઠશ્રી ચંપકલાલ દોલતરામ મહેતા તથા ઉપપ્રમુખ તરીકે શ્રી વસંતલાલ પોપટલાલ કોઠારીની વરણીને સહુએ તાળીઓથી વધાવીને તેમને અભિનંદન આપ્યા. આમ તીર્થના ખોળે સમાજના સહુ સભ્યોના સાનિધ્ય આ “શ્રી વીર જૈન યુવક મંડળ” નો જન્મ થયો બસ ત્યારથી આજ સુધી પ્રતિ વર્ષ અચૂકપણે ઉપરોક્ત દર્શિત કાર્યક્રમોના આયોજનો વિધિવિધ પ્રકારે યોજાતા રહે છે, અને પા.. પા.. પગલી પાડતું આ મંડળ પાંચ વર્ષમાં તો સ્વનિર્ભરતાથી સમાજ હિતદાયી કાર્યોની રસલ્હાણ માણતા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે.

કોઈ પણ સંસ્થાને કે સમાજને વૈવિધ્યસભર કાર્યોથી સચેત રાખવો હોય તો તેના સંચાલનમાં “આવતી પેઢી” (Young Generation) ને કાર્યભાગી બનાવીને તક આપવી જોઈએ, આ નિયમને અનુલક્ષીને કાર્યવાહક કમિટીનું નૂતનીકરણ કરવામાં આવ્યું, જેમાં શેઠશ્રી દ ન ર લક્ષમાં રાખીને સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી, તેમની જગ્યાએ ઉપપ્રમુખ તરીકે સફળ કાર્યકારી શ્રી વસંતભાઈની પ્રમુખ તરીકે નિમણુંક થઈ અને અન્ય કાર્યવાહક પદાધિકારીઓની સભ્યો શ્રી કીર્તિભાઈ , શ્રી કીર્તિભાઇ ટી શાહ , શ્રી રોહિતભાઈ , શ્રી રાજેન્દ્રકુમાર , શ્રી મહેન્દ્રભાઈ , શ્રી અતુલકુમાર , શ્રી બિપીનકુમાર , શ્રી અશ્વિનકુમાર , શ્રી હિતેશકુમાર ની નિમણુંક કરવામાં આવી
ફરી 2015 માં young generation ને તક આપવા કળશ તીર્થ ખાતે કમિટી નુ નૂતનનીકરણ કરવામાં આવ્યું જેમાં શેઠ શ્રી વસંતભાઈ ની પ્રમુખ તરીકે નિમણુંક થઇ અને બાકી ના કાર્યવાહક પદાધિકારીઓની નીચે દર્શાવ્યા મુજબ નિમણુંક કરવામાં આવી.

Current Committee
Shree Vasantbhai Popatlal Kothari - Pramukh
Hiteshbhai Dharmchandbhai Shah- Secretary
Rohitbhai Sumatilal Shah- Treasurer
JigishBhai Babulal Mehta- Joint Secretary
Jigneshbhai Kantilal Shah
Jigneshbhai Chandulal Shah
Bhaveshbhai Arvindbhai Mehta
Chirag Sevantibhai Kothari
Ankit Rameshbhai Shah
Krunal Kiritbhai Mehta
Abhishek Ashokbhai Shah
Nikin Kumudbhai Kothari
Raj Sudhirbhai Mehta

              વર્તમાન યુગ સાથે કદમતાલ મેળવવા કાર્યવાહક કમિટી કલ્પવૃક્ષ ત્રણ ગામ જૈન સમાજ નો જે વેબસાઈટ બનાવાનો સંકલ્પ કર્યો હતો તેની સફળ પુર્ણાહુતી રૂપે તારીખ 10 September 2022 ના રોજ વરણામા તીર્થ માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેની દરેક કલ્પવૃક્ષ સમાજ ના મેમ્બર ને ખુબ ખુબ શુભેચ્છા.
              એકવીસમી સદીના ગ્લોબલ યુગ અને વિકસતા કોર્પોરેટ ક્ષેત્રો, કેળવણી ક્ષેત્રે ખૂલતી નવી દિશાઓ તેમજ વ્યવસાયિક તેમજ ઔદ્યોગિ ક્ષેત્રોની, નૂતન ક્ષિતિજોને આપણો સમાજ પણ તેની સાથે તાલમેલ રાખીને આપણા સમાજની સર્વાગિક ઉન્નતિ માટે તન-મન અને ધનથી ઘણા કાર્યો કરવાની તમન્ના આપણું મંડળ રાખે છે. બસ જોઈએ આપ સહુનો આર્થિક અને નૈતિક સહયોગ, અને અમને પરમ શ્રદ્ધા છે કે, આપણા સમાજન સુદઢ સ્વાસ્થય સહ આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે સમયની સાથે સફળતાનું યશસ્વી આરોહણ કરીએ. સહુ સંગે, અંતરના ઉમંગે આપણે સહ....
શ્રી વીર જૈન યુવક મંડળ
કાર્યવાહક કમીટીના જય જિનેન્દ્ર

Event Image